ગુજરાત
News of Wednesday, 11th September 2019

સુરત: 27 લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની જેલની સજાની સુનવણી કરી: ચેકની બમણી રકમના દંડની સજા ફટકારવામાં આવી

સુરત: શહેરમાં રૂ.27 લાખના ચેક રીટર્ન કેસમાં સંડોવાયેલા આરોપીને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે ગુનામાં દોષી ઠેરવી એક વર્ષની કેદ તથા ચેકની બમણી રકમના દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે.

ઉધનાના અમન સોસાયટીમાં રહેતા ફરિયાદી સૈયદ રાશીદ મહંમદ હનીફને ગોપીપુરા સોની ફળિયામાં રહેતા આરોપી મનોજકુમાર શાહ સાથે ધંધાકીય મિત્રતાના સંબંધ હતા. જે દરમિયાન આરોપીને ધંધાકીય હેતુ માટે નાણાંની જરૂર પડતાં મિત્રતાના નાતે ફરિયાદી પાસેથી રૂ.27 લાખ હાથ ઉછીના માંગીને લેણી રકમ ચુકવવાની બાંહેધરી આપતા ત્રણ ચેક  લખી આપ્યા હતા.

(5:50 pm IST)