ગુજરાત
News of Wednesday, 11th September 2019

સુરત: હૈદરાબાદની મહિલા વકીલને 7.32 લાખના નકલી હીરા પધરાવી સુરતના વેપારીએ છેતરપિંડી આચરતા અરેરાટી: પોલીસ ફરિયાદ દાખલ

સુરત:હૈદરાબાદની મહિલા ક્રિમિનલ લાયર પાસે રૃ.7.32 લાખ લઈ સુરતના મહિધરપુરા હીરાબજારના વેપારીએ નીચી ક્વોલીટીના હીરા પધરાવતા ક્રિમિનલ લાયરે હીરા પરત કરી પૈસા પાછા માગવા છતા પરત નહી આપતા મહિધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ તેલંગણાના હૈદરાબાદ ખાતે ભાગઅંબર પેટ એસબીઆઈ કોલોની શ્રીનિલેયમ પાલ્લાનાટી ખાતે રહેતા 55 વર્ષીય ક્રિમિનલ લાયર અરૃણાબેન તુડીએ હીરાનો પાર્ટ ટાઇમ કોર્સ કરી હીરા અંગે સારૃં જ્ઞાાન મેળવ્યું હતું અને તેના આધારે જ તે હીરા ખરીદી અવારનવાર હીરાના દાગીના બનાવડાવતા હતા. સુરતના મહિધરપુરા હીરાબજારમાં ડાયમંડ વિલેજ બિલ્ડીંગ ખાતે ઓફિસ નં.૫૦૯ માં હીરાનો વેપાર કરતા યોગેશભાઈ સાથે સંબંધીના મિત્ર સંજીવ રાજપુત મારફત પરિચય થયા બાદ રૂ.4 લાખના હીરા ખરીદયા હતા. તે નિયત ક્વોલીટીના હતા.

(5:48 pm IST)