ગુજરાત
News of Wednesday, 11th September 2019

અમદાવાદ: થલતેજ રોડ પર જીમમાં બબાલ: પગાર બાબતે જિમ ટ્રેઇનરે મલિક સહીત તેમના પુત્રને માર મારતા પોલીસ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરાઈ

અમદાવાદ:થલતેજ શીલજ રોડ પર આવેલા જીમમાં મારામારીને બનાવ બન્યો હતો. જીમના ટ્રેઈનરે પગાર મામલે જીમના માલિક અને તેના પિતાને મારામારી કરી હતી. જ્યારે ટ્રેઈનરે પણ તેને મારઝુડ કરવામાં આવી હોવાની ફરિયાદ કરી છે. સોલા પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મણીનગરમાં રહેતો ઉમેશ કે શબદાણી શીલજ રોડ, થલતેજ ખાતે ટાઈમ્સ સ્ક્વેર આર્કેટ વનમાં દ્રોણાચાર્ય નામનું જીમ ધરાવે છે. તેમના જીમમાં મનદીપસિંગ છેલ્લા એકાદ મહિનાથી જીમ ટ્રેઈનર તરીકે કામ કરે છે. ૯ સપ્ટેમ્બરના રોજ ઉમેશ અને તેના પિતા કૈલાશભાઈ શબદાણી જીમ પર હાજર હતા ત્યારે મનદીપસિંગે મારે નોકરી નથી કરવી મને મારો પગાર ચુકવી દો, એમ કૈલાસભાઈને કહ્યું હતું. તેમણે મનદીપસિંગને જીમની ચાવી શુ કામ લઈને ગયા હતા ? ચાવી કેમ અમને સોંપી નહી કહીને મનદીપસિંગે પાડેલી અડધા દિવસની રજાનો પગાર કાપીને પગાર ચુકવવાની વાત કરી હતી. આથી ઉશ્કેરાયેલા મનદીપસિંગ પગાર કેમ કાપો છો કહીને બિભત્સ ગાળો બોલીને કૈલાશભાઈને બે-ત્રણ લાફા મારી દીધા હતા.

(5:46 pm IST)