ગુજરાત
News of Wednesday, 11th September 2019

પાલનપુરમાં ચાર મહિના પહેલા બનેલો કોચરીડેમ છલકાયો , બાલારામમાં નદીમાં નવા નીર : સહેલાણીઓમાં આનંદ

પાલનપુર તાલુકાના ગામોમાં સિંચાઇ માટે પાણી મળતું નથી. જેથી મોટાભાગના ગામો ટ્યુબવેલ આધારીત ખેતી પર નિર્ભર છે. પરંતુ જમીનના પાણી નીચા જવાથી પાછલા કેટલાય વર્ષોથી બાલારામ નદીમાં ચેકડેમ બનાવવાની માંગ હતી. તેથી ચાર મહિના પહેલા બાલારામ નદી પર વન વિભાગ દ્વારા 50 લાખના ખર્ચે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. જે સારા વરસાદને લીધે ઓવરફલો થતા બે વર્ષ બાદ બાલારામ નદીમાં નવા નીર આવ્યા હતા. જેને લઇ બાલારામ સહિતનો વિસ્તાર સોળ કળાએ ખીલી ઉઠ્યો છે.

(1:20 pm IST)