ગુજરાત
News of Wednesday, 11th September 2019

દૂધ ઉત્પાદકો માટે બનાસડેરી દ્વારા દૂધના ભાવમાં રૂ.૧૦નો વધારો

દૂધ ઉત્પાદકો અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ

બનાસકાંઠા : કૃષિ અને પશુપાલન થકી આજીવિકા રળતા જિલ્લાના ખેડૂતો માટે પશુપાલન મુખ્ય વ્યવસાય બની રહ્યો છે ત્યારે બનાસડેરી પણ સમયાંતરે દૂધના ભાવોમાં વધારો કરીને દૂધ ઉત્પાદકોને આ વ્યવસાય થકી પોષણક્ષમ ભાવો મળી રહે તેની સતત ચિંતા સેવતી હોય છે. પશુપાલકો માટે આવા જ એક સ્તુત્ય પગલા સ્વરૂપે બનાસ ડેરીએ આજથી દૂધના ભાવમાં કિલો ફેટે રૂપિયા ૧૦ નો વધારો કરતા દૂધ ઉત્પાદકો અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.

  અત્રે  ઉલ્લેખનીય છે કે એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી દુધ ઉત્પાદકોને દૂધના ભાવ આપવામાં પણ અગ્રેસર છે અને સૌથી વધુ ભાવ આપવામાં મોખરે છે.

(3:28 pm IST)