ગુજરાત
News of Wednesday, 11th September 2019

ભરૂચના નીચાળવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ : માછીમારો સમાજ દ્વારા ચાર કલાક પાણીમાં ઉભા રહીને વિરોધ પ્રદર્શન

નદીમાં ભરપૂર પાણી છોડાતા જુવાળ નિષ્ફ્ળ જતા માછીમારોની રોજગારી પર અસર પડી

 

ભરૂચ : નર્મદા ગાડીતુર થતા ભરૂચના નીચાણવાળા વિસ્તારમાં પુર ની સ્થિત સરકારને જવાબદાર હોય ના આક્ષેપ સાથે માછીમારોએ ચાર કલાક સુધી પૂરના પાણીમાં ઉભા રહી વિરોધ નોંધાવ્યો હતો. માછીમાર સમાજ દ્વારા ચાર રસ્તા વિસ્તારમાં કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

નર્મદા ડેમ માંથી સતત 6 વર્ષ થી પાણી છોડવા આવતા આજે ડેમ માં થી ભરપૂર આવક ના કારણે થતા ભરૂચ માં પુર ની સ્થિતિ ઉભી થવા પામી હોવાનું સમાજના આગેવાનો આક્ષેપ કર્યો હતો.પહેલા નદીમાં પાણી નહીં છોડાતા માછીમાર સમાજ બેહાલ હતો. હવે નદીમાં ભરપૂર પાણી છોડાતા જુવાળ નિષ્ફ્ળ જતા માછીમારોની રોજગારી પર અસર પડી છે.

(11:50 pm IST)