ગુજરાત
News of Wednesday, 11th September 2019

અમદાવાદમાં દારૂની હેરાફેરીનો અનોખો કીમિયો : ટ્રેનના શૌચાલયમાંથી વિદેશી દારૂ ઝડપાયો : આરોપીની ધરપકડ

આગ્રા અમદાવાદ સુપર સ્ટાર ટ્રેનના એસ-5 કોચના શૌચાલયમાં સંતાડેલ 42 વિદેશી દારૂની બોટલ જપ્ત

 

અમદાવાદશહેરમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ અનોખો કીમિયો અજમાવ્યો છે રેલવેના શૌચાલયમાં દારૂની હેરાફેરી કરતા  મૂળ અમદાવાદનો એક આરોપી રેલવે પોલીસના હાથે ઝડપાયો છે. આરપીએફેના ટ્રેનના કોચમાંથી 43 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે.

મળતી માહિતી અનુસાર આગ્રા અમદાવાદ સુપર સ્ટાર ટ્રેનના એસ-5 કોચના શૌચાલયના છુપી રીતે દારૂની હેરાફેરી કરતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. રેલવે પોલીસે ચોક્કસ બાતમીના આઘારે તપાસ કરતા આરોપી રેહાવ કુરેશી જે મૂળ અમદાવાદનો રહેવાસી છે તેની ધરપકડ કરી છે.

રેલવેમાં વિદેશી દારૂની બોટલોની હેરાફેરી કરવાનો એક અનોખો કીમિયો ગુજરાતના બુટલેગરોએ શોધી કાઢ્યો છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ આગ્રા ટ્રેનના એસ-5 કોચના શૌચાલયમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 43 જેટલી વિદેશી દારૂની બોટલો સાથે આરોપીની ધરપકડ કરી તાપસ શરૂ કરી છે.

(8:51 am IST)