ગુજરાત
News of Wednesday, 11th September 2019

મહેસાણા: આર્મીમાં ફરજ બજાવતા પતિએ પત્નીને માર મારી આપ્યા ત્રિપલ તલાક : પોલીસ ફરિયાદ

છઠીયારડા ગામે હનીફ મોહમદ પઠાણ સામે આ અંગે ગુનો દાખલ

મહેસાણા છઠીયારડા ગામે ત્રિપલ તલાકની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. છઠીયારડા ગામે રહેતા હનીફ મોહમદ પઠાણ સામે આ અંગે ગુનો દાખલ થયો છે

  . હનીફ મોહમદ આર્મીમાં ફરજ બજાવે છે. બે વર્ષ પહેલાં અલતફિન બાનું સાથે હનીફ મોહંમદના લગ્ન થયા હતા. ગત મોડી રાત્રીએ અલતફિન બાનુંને ત્રણ તલાક આપી મૂઢ માર માર્યો હતો. જે બાદ અલતફિન બાનુંને મહેસાણા સિવિલમાં સારવાર માટે ખસેડાઇ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે  તાજેતરમાં જ ત્રિપલ તલાક અંગે કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો છે. છતા પણ આ રીતનો કિસ્સો સામે આવતા એ સ્પષ્ટ પણે કહી શકાય કે આરોપી પતિને કાયદાનો કોઈ ડર લાગતો નથી.

 

(10:16 pm IST)