બોરસદના રબારી ચકલામાં પોલીસે છાપો મારી હાર જીતનો જુગાર રમતા 4 જુગારીઓને દબોચ્યા
બોરસદ:શહેર પોલીસે આજે સાંજના સુમારે રબારી ચકલામાં છાપો મારીને પત્તા પાનાનો જુગાર રમતાં ૪ શખ્સોને ૩૯૦૦ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતા. આ અંગે જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર ભારત બંધને લઈને પેટ્રોલીંગ કરી રહેલી બોરસદ શહેર પોલીસને હકીકત મળી હતી કે, રબારી ચકલામાં મોહંમદ ઈલીયાસ ઉર્ફે કલ્લુ બસુરુદ્દીન મલેક પત્તા પાનાનો જુગાર રમાડી રહ્યો છે જેથી પોલીસે છાપો મારતાં મોહંમદ ઈલીયાસ, મણીભાઈ જીવાભાઈ તળપદા, જીલાની ગુલામનબી કુરેશી તથા ઈબ્રાહીમભાઈ ગુલામનબી કુરેશી ઝડપાઈ જવા પામ્યા હતા. જ્યારે કિશોર સિંધી, સમીર ઉર્ફે પંગો અને અનવર મહેમુદભાઈ કુરેશી ફરાર થઈ ગયા હતા. પોલીસને સ્થળ પરથી પત્તા પાના તથા દાવ પરથી તેમજ પકડાયેલા ચારેની અંગજડતીમાંથી કુલ ૩૯૦૦ રૂપિયા મળી આવતાં તે જપ્ત કર્યા હતા.