ગુજરાત
News of Tuesday, 11th August 2020

ભિલોડા તાલુકાના રામેળા ગામે બસ સ્ટેન્ડમાં ઉભા રહેવા બાબતે બે ઇસમોનો એક શખ્સ પર લાકડીથી જીવલેણ હુમલો થતા અરેરાટી

ભિલોડા:તાલુકાના રામેળા ગામના મુકેશભાઈ કટારા શામળાજી બસ સ્ટેન્ડમાં ઉભા હતા.તે દરમ્યાન બે ઈસમો આવી ચડી કહેતા હતા કે અહી બસ સ્ટેન્ડમાં કેમ ઉભા છો તેમ કહી લાકડી વડે હુમલો કરી દીધો હતો.આમ એકાએક બે ઈસમોએ લાકડી વડે ઈસમને માથાના ભાગે માર મારતા ઈજાઓ પહોંચી હતી. જે અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.પોલીસે બે ઈસમો વિરૃધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. રામેળા ગામના મુકેશભાઈ લક્ષ્મણભાઈ કટારા ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે તેઓ શામળાજી બસ સ્ટેન્ડમાં ઉભા હતા.તે દરમ્યાન પિયુષભાઈ કટારા કહેલ કે અહી બસ સ્ટેન્ડમાં કેમ ઉભા છો તેમ કહી મુકેશભાઈ કટારા ને માથાના ભાગે લાકડી મારી હુમલો કર્યો હતો.આમ અન્ય બીજો એક ઈસમ પણ ભેગો મળી લાકડી વડે માર મારવા લાગ્યો હતો.

ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જયારે મુકેશ કટારાને માથાના ભાગે લાકડી મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં આરોપી પિયુષભાઈ વિક્રમભાઈ કટારા (ગામ- શામળાજીતા.ભિલોડા) નાઓ અને તેની સાથેનો બીજો એક ઈસમ નામઠામ જણાવેલ નથી.નાઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(6:25 pm IST)