ગુજરાત
News of Saturday, 11th August 2018

GCERTના સાત કરોડના કૌભાંડમાં હાઇકોર્ટમાં રિટ

કેગના અહેવાલમાં ઉલ્લેખ કરાયો

અમદાવાદ,તા.૧૧: કેગના રિપોર્ટ પ્રમાણે, જીસીઇઆરટી દ્વારા રૂ.૭.૩૯ કરોડનું પ્રિન્ટીંગ કોન્ટ્રાકટમાં ખોટી રીતે ચૂકવણી કરી કૌભાંડ આચરાયાનો ઉલ્લેખ કરાયો છે ત્યારે આ સમગ્ર મામલે જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિના પ્રમુખ પ્રકાશ કાપડિયા અને હાઇકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી રોહિત પટેલે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, કરોડો રૂપિયાના કૌભાંડ બાદ અને ખુદ હાઇકોર્ટના અગાઉના નિર્દેશો બાદ પણ સરકાર દ્વારા સાચા ગુનેગારોને છાવરવાના પ્રયાસો થઇ રહ્યા છે અને હજુ સુધી આ રકમની રિકવરી સરકારી તિજોરીમાં કરાઇ નથી. તેથી હાઇકોર્ટમાં કરાયેલી પિટિશનમાં કૌભાંડની કરોડો રૂપિયાની રકમની રિકવરી કરવા અને કસૂરવારો સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા અમે દાદ માંગી છે, જેની આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.

(10:07 pm IST)