ગુજરાત
News of Saturday, 11th August 2018

લોકસભા ચૂંટણી જીતવા કોંગ્રેસ કરશે સોશ્યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ

રાજ્યના 182 વિધાનસભાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અને કો ઓડીટરની મિટિંગ :પુસ્તકનું વિમોચન અને એપ લોન્ચ

અમદાવાદઃલોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરશે માટે તમામ કાર્યકર્તાઓને તાલિમ આપવામાં આવશે. તાલિમને લઈને કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગની મહત્વની બેઠળ મળી હતી

બેઠકમાં 182 વિધાનસભાના સોશિયલ મીડિયા ઈન્ચાર્જ અને કોઓર્ડિનેટરને બોલાવવામાં આવ્યા હતા. 2019ની ચૂંટણીમાં સંગઠન અને સામાજીક જવાબદારી નિભાવવા માટે કોંગ્રેસ સોશિયલ  મીડિયાનો ઉપયોગ કરશે. કોંગ્રેસ પોતાની સાયબર આર્મીની ટીમનું બુથ સુધી નેટવર્ક ઉભુ કરશે

 . અંગે કોંગ્રેસ સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ કન્વીનર રૂચિકા ચતુર્વેદીએ કહ્યું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી કોંગ્રેસ પહોંચશે. માટે એક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું અને સાથે એક એપ પણ લોન્ચ કરવામાં આવી છે

(8:25 pm IST)