ગુજરાત
News of Saturday, 11th August 2018

સુરતના કીમ ચાર રસ્તા ઉપર કાવડ લઇ જતા કાવડીયાને ટ્રક ચાલકે ઉડાવ્યાઃ એકનું મોત, એકને ઇજાઃ પ૦૦ કાવડીયાઓ દ્વારા હાઇવે ચક્કાજામ

સુરતઃ સુરતમાં કીમ ચાર રસ્તા પર કાવડ લઇ જતા કાવડીયાને ટ્રક ચાલકે ઉડાવ્યા હતા. જેમાથી એકનું ઘટના સ્થળે મોત થયુ હતુ અને એક ઇજાગ્રસ્ત થયા હતા. સિયાલજ પાટિયા પાસે આશરે 500 જેટલા કાવડીયાઓ કાવડ ભરી પરત ફરી રહ્યા હતા.

 

માહિતી અનુસાર કીમ ચાર રસ્તા નજીક સિયાલજ પાટિયા પાસે કવાડીયાઓ કાવડ ભરી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલા ટ્રકે એક કાવડીયાને ઉડાવ્યો હતો અને ઘટના સ્થળે તેનુ મોત થયુ હતુ. જ્યારે એક કાવજડીયાને ઇજા પહોંચી હતી. રસ્તા પર આશરે 500 જેટલા કાવડીયાઓએ હાઇ-વે પર ચક્કાજામ કર્યો હતો જેને લઇ વાહનની લાંબી લાઇનો લાગી હતી. તમામ કાવડીયાઓ ભરૂચ નર્મદા નદીમાંથી કાવડ ભરી પરત ફરી રહ્યા હતા.

(5:30 pm IST)