ગુજરાત
News of Saturday, 11th August 2018

કઠલાલ પોલીસે ભાનેર સીમમાંથી 13,500નો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

કઠલાલ:પોલીસે ભાનેર સીમમાંથી ખાડો ખોદી સંતાડી રાખેલ રૂ.૧૩,૫૦૦ નો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. સાથે સાથે જે સ્થળેથી દારૂ મળ્યો તેની બાજુમાંથી પણ એક મોટરસાઈકલ પણ પોલીસે જપ્ત કરી છે. અને ભાનેરના એક ઈસમની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. 

 


આ અંગે મળતી માહિતી મુજબ કઠલાલ પોલીસને એવી માહિતી મળી હતી કે ભાનેર સીમમાં કેનાલની બાજુમા ંઆવેલા એક ખેતરમાં ખાડો ખોદીને વિદેશી દારૂ સંતાડી રાખવામાં આવ્યો છે. જેથી પોલીસે ત્યાં જઈ તપાસ કરતાં ખાડામાંથી રૂ.૧૩,૫૦૦ નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. સાથે સાથે આ સ્થળેથી એક મોટરસાઈકલ નં જીજે ૦૭ બીસી ૧૧૩૬ કિંમત રૂ.૧૫,૦૦૦ ની પણ મળી આવી છે. આ લખાય છે ત્યારે આ દારૂ કોનો છે. તેની કડી પોલીસને મળી નથી. જોકે મોટરસાઈકલના નંબરને આધારે પોલીસે દારૂના બુટલેગર ગોપાલભાઈ બચુભાઈ તળપદાની ધરપકડ કરી છે. 
 

(5:09 pm IST)