ગુજરાત
News of Saturday, 11th August 2018

ઉમરેઠમાં કરોડોનું ફુલેકુ ફેરવવાની બબાલમાં વધુ 55 લાખ પોલીસે જપ્ત કર્યા

ઉમરેઠ:ના શ્રી નારાયણ જ્વેલર્સના કરોડો રૂપિયાના ફુલેકા પ્રકરણમાં ગઈકાલે તપાસ કરતી સીટ પોલીસ દ્વારા પેઢીમાંથી ધિરાણ મેળવનાર બાકીદારો પાસેથી વધુ ૫૫ લાખ જપ્ત કરીને વધુ તપાસ હાથ ઘરી છે. 

 


પ્રાપ્ત વિગતો અનુસાર નારાયણ શ્રોફ નામની પેઢીમાંથી ધિરાણ લઈને સમયસર ભરપાઈ નહીં કરનારા ૩૮ જેટલા વ્યક્તિઓને સીટ દ્વારા નોટિસ આપીને આ નાણાં ભરપાઈ કરી દેવાનું જણાવ્યું હતુ. જે અનુસાર ઉમરેઠના સંજયભાઈ શાહે ગઈકાલે ૫૦ લાખ રૂપિયા અને પરેશભાઈ શેઠે પાંચ લાખે એમ મળીને કુલ ૫૫ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. આ સાથે જ સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ વગેરે મળીને કુલ ૨ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે રીકવર કર્યો છે. 

સંજયભાઈ શાહે પેઢીમાંથી ૧.૨૦ કરોડનુ તેમજ પરેશભાઈ શેઠે ૩.૭૦ કરોડનું ધિરાણ મેળવ્યું હતુ. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઘણા બાકીદારો દ્વારા નાણાં જમા કરાવવામાં આવે તેવી શક્યતાઓ છે.

(5:08 pm IST)