ગુજરાત
News of Saturday, 11th August 2018

પેટલાદ નજીક જેસરવાની સીમમાંથી પોલીસે જાહેરમાં હારજીતનો જુગાર રમતા 6 શખ્સોને દબોચ્યા

પેટલાદ:નજીક આવેલી જેસરવા સીમમાંથી જાહેરમાં પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં ૬ શખ્સોને ઝડપી પાડીને રોકડ, મોબાઈલ તેમજ વાહનો સાથે કુલ ૧.૦૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને જુગારધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. જો કે ચાર શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. 

પ્રાપ્ત વિગતો અનુસાર પેટલાદ પોલીસને ગઈકાલે સાંજના સુમારે હકીકત મળી હતી કે, જેસરવા સીમમાં કેટલાક શખ્સો એકત્ર થઈને તીન પત્તાનો જુગાર રમી રહ્યા છે જેના આધારે પોલીસે છાપો મારતાં છ શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા જ્યારે ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસને દાવ પરથી ૧૫૭૦, અંગજડતીમાંથી ૮૬૯૫ તેમજ ૬ મોબાઈલ ફોન, એક્ટીવા અને રીક્ષા સાથે કુલ ૧,૦૫,૭૬૫ રૂપિયાનો મુદ્દામાલ મળી આવતાં તે જપ્ત કર્યો હતો. પોલીસે પકડાયેલા ઈમરાન બશીરભાઈ શેખ, સાદીક ઉર્ફે સદો હસનભાઈ શેખ, મુખત્યારમીંયા રફીમીંયા શેખ, સમીરખાન મુજ્જમીલખાન પઠાણ, મોસીન જમીરખાન પઠાણ તથા જાકીરઅલી ઉર્ફે સલમાન અહેમદઅલી સૈયદ તથા ફરાર થઈ ગયેલા અનીશ હુસેનભાઈ મલેક મૈયુદ્દીન શેખ સલીમ ચાવાળાનો ભાઈ, સાહબુદ્દીન ઝહીરુદ્દીન શેખ તથા સાદીક ઉર્ફે સોયો શેખ વિરૂધ્ધ જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

 

(5:08 pm IST)