ગુજરાત
News of Saturday, 11th August 2018

વડોદરામાં માંડવી-ચોખંડી રોડ પર ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી :પાંચ લોકો દટાયા ;એકનું મોત :9 વર્ષની બાળકીનો આબાદ બચાવ

વડોદરામાં માંડવી-ચોખંડી રોડ પર ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થયુ છે. જેમાં દટાયેલા પાંચ લોકોને ફાયર બ્રિગેડ અને સ્થાનિકોએ કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. જ્યારે 9 વર્ષની ઝોયા નામની બાળકીનો આબાદ બચાવ થયો છે

  . ફાયર બ્રિગેડે ભારે જહેમતથી આ બાળકીને બચાવી લીધી છે. જર્જરિત મકાનમાં દટાયેલા લોકોને કાટમાળમાંથી બહાર કાઢવા માટે ચાર ફાયર ફાઈટર, બે ઈમરજન્સી રેસ્કયુ વાનની મદદ લેવામાં આવી. તો બે એમ્બ્યુલન્સની મદદથી તમામને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.

 

(5:21 pm IST)