ગુજરાત
News of Saturday, 11th August 2018

ઉમરપાડા (સુરત ખાતે) વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

કેબીનેટ મંત્રી કૌશિકભાઇ પટેલ અને નરેન્દ્રભાઇ સોલંકીએ આગવી ઓળખ ઉજાગર કરવાના પ્રયાસને બિરદાવ્યો

રાજકોટઃ રાજયના કેબીનેટ મંત્રી કૌશિકભાઇ પટેલ તેમજ ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાના ઉમરપાડા ગામ ખાતે આંતરરાષ્ટ્રીય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી ભાઇ-બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ વિશ્વ આદિવાસી દિવસ અંર્તગત યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયેલા લોકો આદિવાસી પહેરવેશમાં આવ્યા હતા અને આદિવાસી સંસ્કૃતિની ઝલક બતાવી હતી. આ તકે કેબીનેટ મંત્રી કૌશિકભાઇ પટેલ તેમજ નરેન્દ્રભાઇ સોલંકીએ જણાવેલ હતું કે આદિવાસીઓની આગવી ઓળખ અને સંસ્કૃતિ ધીમે ધીમે નષ્ટ થઇ રહી હોવાનું જણાતા અન્ય સમુદાયના લોકો આદિવાસી સંસ્કૃતિને સમજી શકે તેમજ આદીવાસીઓ પોતાના હક્કો ફરજો પ્રત્યે સભાન બને અને આદિવાસીઓના ભવિષ્યને ઉજજવળ દિશા આપવાના શુભ આશયે યુએન દ્વારા ૯ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આ વિશ્વ આદિવાસી દિન નિમિતે યોજાયેલ આ સાંસ્કૃતિક કાર્યક્રમ સુરત જીલ્લા આદિવાસી સમાજ દ્વારા મહારેલીનૂં આયોજન કરવામાં આવ્યું હતું.(૬.૨૨)

(11:45 am IST)