ગુજરાત
News of Saturday, 11th August 2018

૧ કરોડથી વધારેનો દાવો, સામાદાવાની અંદર હોય તો કોમર્શિયલ અધિનીયમ હેઠળ ગણવા પાત્ર છે

ટીમા ઇન્ડી. લી. ના એડવોકેટ રશેષ સેજપાલની દલીલો માન્ય રાખી ચુકાદો

રાજકોટ તા ૧૧ : અમદાવાદ સ્થિત હેવી મેટલ્સ એન્ડ ટયુબસ લી. કંપની દ્વારા મુંબઇની ટીમ ઇન્ડિયા લી. સામે વેચાણ વ્યવહારોમાં તકરાર થતા રૂા ૬૮,૭૨,૦૮૫/- નો દાવો સટી સિવીલ કોર્ટમાં દાખલ કરી આ રકમ ૧૮ ટકાના ચડત વ્યાજ સહિત પ્રતિવાદી પાસેથી વસુલ કરાવવા માંગણી કરવામાં આવેલ છે. જેમ ટીમા ઇન્ડિયા દ્વારા દાવાના જવાબ સાથે સામો દાવો લાવી કરારમાં શરતભંગ થયા બદલ હેવી મેટલ્સ પાસેથી રૂા ૧,૨૬,૬૧,૬૩૫/ અપાવવા માંગણી કરેલઉ ત્યારબાદ દાવાને કોમર્શિયલ કોર્ટમાં તબદીલ કરવા અરજી કરેલ. કારણકે દાવાની તકરાર કોમર્શીયલ કોર્ટ અધિાીયમ મેજબ વાણિજય વ્યવશારની હોવાથી અને તેની વધારાની જોગવાઇ મુજબ જયારે તકરાર ૧ કરોડથી વધારેની હોઇ, આવો દાવો ચલાવવા માટે ફકત કોમર્શીયલ કોર્ટને હકુમત પહોંચે છે. જેની સામે એવો વાંધો લેવામાં આવેલ કે, દિવાની કાર્યરીતી સહિતાની જોગવાઇ ઓર્ડર-૮ રૂલ-૬ એમુજબ કોર્ટની આર્થિક હકુમતથી વધારેનો સામો દાવો કરી શકાય નહીં

જેમાં ટીમા ઇન્ડિયા તરફે દલીલ  કરવામાં આવેલ કે, કોમર્શીયલ કાયદાની કલમ-૯ વાંચતા આ કાયદો દિવાની કાર્યરીતી સહિતાની જોગવાઇઓની ઉપરવટવાળી જોગવાઇઓ ધરાવતો હોવાથી સામો દાવો ભલે આર્થિક હકુમત કરતા વધારે ના હોય તે ટકવા પાત્ર છે. વધુમા કલમ-૯ મુજબ જો આવો કોઇ સામો દાવોરૂપિયા ૧ કરોડથી વધારેનો લાવવામાં આવે તો પુરેપુરો દાવો કોમર્શીયલ કોર્ટમાં તબદીલ કરવા જે તે દિવાની કોર્ટને  જ આ ફરજ આ જોગવાઇઓ મુજબ સોંપવામાં આવેલ છે.

તાજેતરમાં ઓર્ડીનન્સ નં. ૩/૨૦૧૮ ઉપર આધાર રાખીને દાવો તબદીલ કરવા સામે વાદી તરફે વાંધો લેવામાં આવેલ, જેના સામે આ જ ઓર્ડીનન્સની જોગવાઇઓ બતાવીો પ્રતિવાદીએ દલીલ કરેલ કે, ઓર્ડીનન્સની તારીખથી કલમ-૯ રદ કરવામાં આવેલ છે, પરંતુ તે અગાઉ જે કોઇ દાવાઓ ફાઇલ કરવામાં આવેલ હોય તેને આ ઓડીનન્સ લાગુ પડતો નથી. તદઉપરાંત અન્ય જોગવાઇઓ ઉપર આધાર રાખીને આ રૂપિયા ૧ કરોડની તકરાર મુળ દાવામાં ભલે ન હોય પરંતુ તે જો સામા દાવાની અંદર કરવામાં આવેલ હોય તો તે કોમર્શીયલ કોર્ટ અધિનીયમ હેઠળ ગણવા પાત્ર છે.

પ્રિન્સીપલ કોર્ટ દ્વારા કોમર્શીયલ કોર્ટ બનાવવાનો હેતુ ધ્યાને લઇ પ્રતિવાદીની દલીલ મુજબ તેની માંગણી મંજુર કરવામાં આવેલ અન ે સીટી સીવીલ કોર્ટના રજીસ્ટરેથી આ દાવો રદ કરી કોર્શીયલ કોર્ટમાં મોકલી આપવા આદેશ કરવામાં આવેલ છે. ટીમા ઇન્ડિયા લી. પ્રતિવાદી તરફે સેજપાલ એસોસીએટસ એડવોકેટ વતી જાણીતા ધારાશાસ્ત્રી રશેષ સેજપાલ હાજર રહેલ (૩.૨)

(10:32 am IST)