ગુજરાત
News of Saturday, 11th August 2018

અમદાવાદમાં રેલવે સ્ટેશન ઉપર પી.અેસ.આઇ. અને ટીમે ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલ મહિલાનો જીવ બચાવ્યો

અમદાવાદઃ આજે વહેલી સવારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એક મહિલાનો જીવ જતા જતા બચાવી લેવાયો. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.

કાલુપુર રેલવે સ્ટેશન પર અચાનક એક મહિલા ચાલુ ટ્રેનમાંથી નીચે પડી ગઇ હતી.

મહિલા અચાનક પડી ત્યારે રેલવે સ્ટેશન પર RPFના PSI સંજય બાઉ પસાર થઇ રહ્યાં હતાં. મહિલાને પડતી જોઇને પીએસઆઈ બાઉ તેમને બચાવવા દોડી ગયા હતાં. તેમને દોડતા જોઇને તેમની સાથે અન્ય માણસો પણ મદદ કરવા તેમની વ્હારે આવ્યાં હતાં.

સદનસીબે મહિલાને પીએસઆઈ અને અન્ય લોકોની મદદથી બચાવી લેવામાં આવી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.

ઘટના બાદ ત્યાં ઘણાં લોકો ભેગા થઇ ગયા હતાં. તે બાદ પીએસઆઈ અને અન્ય લોકો મહિલાને ઉભી કરીને તેમની સારવાર પણ કરાવી હતી. મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

(5:47 pm IST)