સુરતના પુણાગામમાં ૧૦૦ રૂપિયા ભેટમાં આપતા વેપારીઓ ઉપર વ્યંઢળોનો હૂમલોઃ સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ
સુરત: પુણાગામમાં આવી ચઢેલા વ્યંગઢળો સોસાયટીમાં મનમાની કરતા જોવા મળ્યા હતા, વ્યંઢળો સોસાયટીમાં ઘૂસીને દુકાનદારો પાસેથી પૈસા પડાવી રહ્યા છે. વ્યંઢળોને દુકાનદારે 100 રુપિયા આપતા બન્ને વચ્ચે મારામારી થઇ હતી જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
સુરતના પુણાગામમાં એક સાથે 25 વ્યનઢળો આવી ચડ્યા હતા અને સ્થાનિકો પાસે રૂપિયાની માંગણી કરવા લાગ્યા હતા. જેમાથી 5થી 6 વ્યંઢળોએ સોસાયટીમાં એક દુકાનદાર પાસે રુપિયાની માંગણી કરી હતી ત્યારે વેપારીએ 100 રુપિયા ભેટમાં આપતા મારામારી કરવા લાગ્યા હતા અને દુકાનદાર પર હુમલો કર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવામાં કેદ થઇ હતી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
ઘટના બન્યા બાદ આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચાસ્પદ બની હતી, સોસાયટીના સોસાયટીમાં મનમાની કરતા હોવાનો આરોપ લગાવી રહ્યા છે. સ્થાનિકઓએ જણાવ્યુ કે વ્યંઢળો વારંવાર સોસાયટીમાં આવીને પૈસા આપવા માટે મજબૂર કરે છે અને મોટી રકમ દુકાનદોરો પાસેથી પડાવી લેતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.