ગુજરાત
News of Saturday, 11th July 2020

ગુજરાતમાં વધી રહેલા કેસોને કાબુમાં લેવા સરકારે કમર કસીઃ મુખ્ય સચિવે ૧૯ જિલ્લા કલેકટરો સાથે બેઠક યોજી

અમદાવાદઃ રાજ્યના મુખ્ય સચિવે કોરોના અસરગ્રસ્ત ૧૯ જિલ્લાના કલેકટર સાથે બેઠક યોજીઃ જે વિસ્તારમાં કોરોના વધે છે ત્યાં વધુ આકરા પગલા અને આંશિક લોકડાઉન સહિતની બાબતો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતીઃ મુખ્ય સચિવે વિવિધ કલેકટરો પાસેથી મંતવ્યો પણ જાણ્યા હતાઃ અનલોક દરમિયાનના કડક નિયમોનું પાલન થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી હતીઃ આ ઉપરાંત માસ્ક પરનો દંડ ૨૦૦થી વધારી ૧૦૦૦ રૂપિયા કરવા પણ ભલામણ થઇ હતીઃ જે જિલ્લામાં કેસ વધતા જાય છે ત્યાં કોરોનાની દર્દીઓ માટેની સુવિધાની પણ સમીક્ષા કરવામાં આવી હતી

(3:36 pm IST)