ગુજરાત
News of Saturday, 11th July 2020

એસ.બી.આઇ. એમ્પ્લોઇઝ યુનિયનના પ્રેસીડેન્ટ તરીકે એચ. એન. મલહોત્રા

રાજકોટ તા. ૧૧ : બીનરાજકીય સંગઠન એસ.બી.આઇ. એમ્પ્લોઇઝ યુનિયનના પ્રેસીડેન્ટ તરીકે વર્ષોથી ફરજ બજાવતા કોમરેડ એચ. એન. મલહોત્રાની સર્વાનુમતે વરણી થતા ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.અમદાવાદ ખાતે ફરજ બજાવતા શ્રી મલહોત્રા (મો.૭૬૦૦૦ ૧૧૧૨૧) મિતભાષી અને મિલનસાર સ્વભાવના છે. સ્ટેટ બેંકના સર્કલ વેલફેર સેક્રેટરી તરીકે કાર્યરત સભ્ય કલ્યાણની પ્રવૃત્તિઓ નિભાવતા રહ્યા છે. રાજકોટ યુનિયન વિભાગના મિતેશ ગાંધી, અનુપમ દોશી, સંજય મહેતા, ચિંતન માંડવીયા, મયુર મહેતા, વીરેન્દ્ર ધાધલ, ઉમેદસિંહ જાડેજા, અમીત વજીર, સચિન ચાવડા, હર્ષ સંઘવીએ પણ તેમની નિમણુંકને આવકારી શુભેચ્છા પાઠવી છે.

(3:23 pm IST)