ગુજરાત
News of Thursday, 11th July 2019

વડોદરામાં નશીલા પ્રદાર્થોનો વેપલો ;ગોલ્ડન ચોકડી પાસે છ કિલો ગાંજાના જથ્થા સાથે બે મહિલા ઝડપાઇ

સંગીતા પટેલ પાસેથી જથ્થો જપ્ત ;પકડાયેલ જથ્થો પાણીગેટમાં રહેતી ફરીદા હુસેનને આપવાનો હતો

 

વડોદરામાં અવારનવાર  નશીલા પદાર્થો મળવાની ઘટના બને છે ત્યારે હરણી પોલીસે નશીલા પદાર્થના જથ્થા સાથે બે મહિલાઓની ધરપકડ કરી છે

 આ અંગેની વિગત મુજબ બાતમીના આધારે હરણી પોલીસે બે મહિલાઓને ગાંજાના જથ્થા અને માદક પદાર્થોના જથ્થા સાથે ઝડપી પાડી હતી. જેમાંથી ગોલ્ડન ચોકડી પાસેથી સંગીતા પટેલ નામની મહિલા પાસેથી 6 કિલો ગાંજો જપ્ત કર્યો છે. પકડાયેલો ગાંજાનો જથ્થો પાણીગેટ ખાતે રહેતી ફરીદા હુસેનને આપવાનો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, માદક પદાર્થોનો જથ્થો દેવગઢ બારીયાના ભીમસિંગ નામના વ્યક્તિએ સપ્લાય કર્યો હતો. ગાંજાના જથ્થા સાથે પકડાયેલી બંને મહિલા અને પોલીસ પકડથી દૂર એવા ઇસમ સહિત ત્રણ લોકો સામે NDPSના એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે

(10:14 pm IST)