ગુજરાત
News of Thursday, 11th July 2019

રાજ્યમાં નર્સિંગ સ્ટાફની હડતાળ : ભરૂચ સિવિલના સ્ટાફ દ્વારા હાથમાં બેનરો લઈને સુત્રોચાર કરાયા

ભરૂચ સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ ની હડતાલ : ઇમર્જર્સની સેવા ચાલુ

ભરૂચ : રાજ્યના નર્સિંગ કર્મચારીઓની વર્ષોથી કરેલી પડતર માંગણીઓ માટે રાજ્યમાં નર્સિંગ સ્ટાફ દ્વારા હડતાલ પડાઈ છે જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પણ જોડાયો હતો

 ગત 16 મી જાન્યુઆરીના રોજથી સમાજ અને દર્દીઓના હીતને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી હકારાત્મક અભિગમની આશાએ અહિંસક યુનિફોર્મ બહિષ્કાર કરીને લડતની શરૂઆત કરી હતી. અધિક મુખ્ય સચિવ (આરોગ્ય અને પરિવાર કલ્યાણ) દ્વારા રજૂઆતોને ધ્યાનમાં લઈને આરોગ્ય કમિશનર,અધિક નિયામકની કચેરી સાથે જરૂરી બેઠક કરીને જરૂરી દસ્તાવેજો એકત્ર કરીને ન્યાયિક દ્રષ્ટિએ નર્સીસને મળવા પાત્ર બાબતોની દરખાસ્ત પણ કરવામાં આવી હતી.તેમ છતાં પણ કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા.

જે અંગે 18 મી જૂને પ્રતિનિધિઓની બેઠક યોજવામાં આવી હતી.જેમાં યુનિફોર્મ બહિષ્કાર ચાલુ રાખીને અન્ય પગલાં ભરવા નક્કી કરવામાં આવ્યું હતું. જેના સંદર્ભમાં તારીખ 11,18, અને 25મી જુલાઈએ ( અઠવાડિયામાં એક દિવસ )ના રોજ રાજ્યની તમામ જિલ્લા અને મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પીટલના નર્સીસ પોત-પોતના હોસ્પીટલના સંકુલમાં મુખ્ય સ્થળ એક દિવસીય પ્રતીક ઉપવાસ કરશે. ઉપરાંત હાથ માં પ્લેકાર્ડ બેનર લઇ સૂત્રોચ્ચારના કાર્યક્રમ આપ્યા હતા.જેમાં ભરૂચ સિવિલ હોસ્પીટલની 60 જેટલી નર્સીસ હડતાળમાં જોડાઇ હતી.પરંતુ કોઈ પણ દર્દીઓને કોઈ સારવારમાં કોઈ પણ તકલીફ ના પડે તે માટે ઇમરજન્સી સેવા પણ ચાલુ રાખવામાં આવી હતી

(2:28 pm IST)