ગુજરાત
News of Thursday, 11th July 2019

કામરેજના ઉંભેળ ગામે યુવતીએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

ઘરે પંખા સાથે ઓઢણી બાંધી મમતા ઢોડિયાએ ગળે ફાંસો આત્મહત્યા કરી

સુરત જિલ્લાના કામરેજના ઉંભેળ ગામે 30 વર્ષીય યુવતીએ તેના ઘરે પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. 

   આ અંગે મળતી વિગત મુજબ સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં ઊંભેળ ગામે નાયકીવાડ ફળિયામાં રહેતા મમતાબેન અરવિંદભાઇ ઢોડિયા (30) એ સવારે 9:15 થી 10:00 વાગ્યાની આસપાસ પોતાના ઘરના પહેલા માળે ઘરના પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ લેતા પરિવારના સભ્યો તેને સારવાર માટે કડોદરા સંજીવની હોસ્પીટલમાં લઈ જતાં જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. બનાવ અંગે કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

(11:39 pm IST)