ગુજરાત
News of Friday, 11th June 2021

ગોરા અને તિલકવાડા ફીડર પર તા.12 અને 13 મી જૂને વીજ પુરવઠો મેન્ટેનન્સ માટે બંધ રહેશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા વીજ કંપનીના મુખ્ય ઈજનેર એ.જી.પટેલના જણાવ્યા મુજબ નર્મદા જીલ્લાના ગોરા અને તિલકવાડા ફીડર પર આગામી આગામી તારીખ 12 અને 13 મી જૂન ના રોજ મેન્ટેનન્સ માટે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે જેમાં ગોરા 66 ફીડર તારીખ 12 જૂને સવારે 8.30 થી સાંજે 5.00 વાગ્યા સુધી તથા તિલકવાડાના તમામ ફીડર તારીખ 13 જૂને સવારે 8.00 થી બપોરે 2.00 વાગ્યા સુધી મેન્ટેનન્સના કામ માટે બંધ રાખવામાં આવશે તેમ વીજ કંપની દ્વારા જાણવા મળ્યું છે

(11:52 pm IST)