ગુજરાત
News of Friday, 11th June 2021

અરવલ્લી જિલ્લાના માલપુરમાં વીજપોલ પર ફસાયેલ પક્ષીને બચાવવું યુવાનને ભારે પડ્યું: નીચે પટકાતા કરુણ મોત

અરવલ્લી:જિલ્લાના માલપુર ગામે રૂઘનાથપુર જવાના માર્ગે વીજપોલ ના તારમાં ફસાયેલ એક પક્ષી તરફડી રહયું હતું. આ વીજ પોલ પાસે થી પસાર થતા ગામનાજ  ૪૫ વર્ષિય દીલીપભાઈ પક્ષીને તરફડતું જોઈ પોતાની જાતને રોકી ન શકયા અને જીવ પ્રત્યે દયાના ભાવે સડસડાટ વીજ પોલ ઉપર ચડી ગયા. લાકડીથી પક્ષીને તાર થી છુટું પાડવાનો જેવો પ્રયાશ કર્યો કે લાકડી બે વાયરને અડી જતાં આ જીવદયા પ્રેમી ના શરીરમાં કરંટ પસાર થયો હતો. અને નીચે પટકાતા મોત ને ભેટયા હતા.

માલપુર ગામે શાળા નં.૩ નજીક પંડયાવાસ પાસે રહેતા અને મજૂરી કામ સાથે જોડાયેલા ૪૫ વર્ષિય દીલીપભાઈ ગુરૂવારે બપોરે ૧૨.૩૦ કલાકે માલપુર બજારમાંથી પસાર થઈ રહયા હતા. ગામમાંથી રૂઘનાથપુર જવાના માર્ગે થી પસાર થતા આ ૪૫ વર્ષિય શખ્શની નજેર વીજપોલના તારમાં ફસાઈ તરફડી રહેલ એક પક્ષી પડયું અને પોતાનો દયાભાવ રોકી નહી શકેલા આ દિલીપભાઈ લાકડી સાથે વીજપોલ  ઉપર ચડી લાકડીથી પક્ષીને  તાર થી છુંટુ કરવાનો પ્રયાશ કરતા હતા.ત્યારે જ લાકડી બે વાયરને અડી જતાં લાગેલા વીજ કરંટ થી આ શખ્શના શરીરમાં ભડયો થયો અને વીજ કરંટ થી પોલ ઉપર થી જમીન ઉપર ધડાકાભેર પટકાતાં તાત્કાલીક ઘટના સ્થળે જ મોતને ભેટયા હતા. દિલીપભાઈ ચંદુભાઈ વાઘરી ઉ.વ.૪૫ ના મોતની જાણ માલપુર પોલીસ સ્ટેશને કરાતાં જ પોલીસે અમોતની નોંધ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે ધરમ કરવા જતાં ધાડ પડે તેવો ઘાટ આ બનાવને લઈ સર્જાયો હતો જોકે તરફડી રહેલ પક્ષીનો તાર થી છૂટી બચી ગયું હતું.પરંતુ પક્ષીને બચાવવા જનાર શખ્શનું તરફડીને મોત નીપજયું ત્યારે ઘટના સ્થળે હાજર સૌ કોઈના દીલ દ્વવી ઉઠયા હતા. ત્રણ સંતાનોના પિતા એવા દિલીપભાઈ ના મોત થી પરીવારજનો,સમાજબંધુઓમાં આક્રંદ છવાયું હતું. જયારે ગામમાં શોક છવાયો હતો.

(6:03 pm IST)