ગુજરાત
News of Friday, 11th June 2021

અમદાવાદના પાલડીમાં લોકોને આંદામાનની ટુર પર લઇ જવાનું કહી 6 છેતરપિંડી આચરનાર માલિક વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: શહેરમાં પાલડીના એક ઈન્સ્ટીટયુટમાં કામ કરતી વ્યક્તિસહિત તેમના સ્ટાફના ૨૦ જણા પાસેથીઆંદામાન નિકોબારની ટુર માટે ટુર્સ માલિકે રૃ.,૦૮,૦૦૦ લીધા હતા. જોકે આરોપીએ લોકડાઉન હોવાથી ટિકીટ કેન્સલ થઈ હોવાનું કહીને ટિકીટના નાણાં પરત કરીને છેતરપિંડી કરી હતી. અંગે પાલડી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ખોખરામાં રહેતા નરેશભાઈ કે.નાગર(૪૭) પાલડીના એક ઈન્સ્ટીટયુટમાં નોકરી કરે છે. દરમિયાન તેમના સ્ટાફના અન્ય પાંચ જણા સાથે તેમણે આંદામાન નિકોબારની ટુરમાં જવાનું નક્કી કર્યું હતું. સ્ટાફના બીજા સભ્યો અગાઉ ત્યાં જઈ આવ્યા હોવાથી તેમણે આંદામાન નિકોબારમાં ટ્રોપીકલ આંદામાન ટુર્સના માલિક વિવેકલાલનો ર્ ફોન પર સંપર્ક કર્યો હતો. તેમણે ૨૦ વ્યક્તિઓના આવવા જવાનું કોટેશન મંગાવતા વિવેકલાલે રૃ.,૬૬,૦૦૦ થશે, એમ કહ્યું હતું. જેમાં વિમાન પેકેજ તથા રહેવાના પેકેજનો સમાવેશ થતો હતો.

(5:40 pm IST)