ગુજરાત
News of Friday, 11th June 2021

મેવાતી ગેંગ દ્વારા સાત રાજયોમાં ૧૬૦ એટીએમ લૂંટ દ્વારા ૧૩ કરોડની લૂંટ કરી છે

અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશ્નર સહિત ૧ ડઝન આઈપીએસ જે સાયબર ગેંગનો શિકાર બન્યા, તે ગેંગ દેશની હરિયાણાની કુખ્યાત ગેંગ હોવાની શંકા છે, તેવી હરિયાણાની ગેંગના કારનામા હેરત ન પમાડે તોજ નવાઈ : સુરત પોલીીસ કમિશ્નર અજય કુમાર તોમરના માર્ગદર્શનમાં એસીપી ક્રાઈમ આર.આર. સરવૈયા દ્વારા અતીતમાં આ ગેંગના સભ્યોની તપાસમાં જ વિગતો ખુલ્લી હતી તેના મેનેજમેન્ટની વિગતો ટોચની બિઝનેસ મેનેજમેન્ટ કોલેજને ટકકર મારે તેવી હોવાનું ખૂલ્યું હતું : રાજકોટ રેન્જ વડા સંદીપસિંહ, વડોદરા પોલીસ કમિશ્નર શમશેરસિંહ હોય કે સીઆઈડી વડા તેજપાલસિંહ બીસ્ત કે પછી વિપુલ અગ્રવાલ, અમદાવાદના ડીસીપી પ્રેમસુખ ડેલું વાત અહીંથી અટકતી નથી, ગુનેગારો પર ધાક ધરાવતા અમરેલી એસપી નિર્લિપ્તરાય, અરવલ્લી એસપી સંજય ખેરાત ભોગ બન્યા છે ત્યારે નિવૃત આઈપીએસ ડી.બી.વાઘેલા જેવા પણ શિકાર બની ગયા છેઃ ફરજ પર ન હોવા છતાં એક અપહરણ થયેલ બાળકને હેમખેમ ઊગારનાર જે તે સમયના રાજકોટ રૂરલ અને હાલ સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા પીઆઈ શ્રી રામ સહિતના જીપીએસ ભોગ બન્યા છે

રાજકોટ તા.૧૧: અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોધરી તથા કરાઈ પોલીસ તાલીમ ખાતે ફરજ બજાવતા આઇપીએસ હરેશ દુધાત સાયબર માફિયાઓનો શિકાર બનવા સાથે આઇપીએસ અધિકારીઓનો ભોગ બનવાની સંખ્યા એક ડઝન પર પહોંચવા સાથે ચોક્કસ જીપીએસ અધિકારીઓ ભોગ બનતા સ્વાભાવિક રીતે સામાન્ય લોકોમાં ફફડાટ ફેલવા સાથે  ટોચના અધિકારીઓના ફેંક આઈડી બનાવવાની હિંમત કરનાર આ ગેંગકઈ તે બાબતે પોલીસ ગુજરાત પોલીસને ડીજીપી આશિષ ભાટિયા દ્વારા સક્રિય કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે ત્યારે લોકોમાં પણ આ બાબતે ઉત્કંઠા પ્રવર્તે છે,પ્રાથમિક તપાસમાં આ કારનામા પાછળ હરિયાણાની મેવાતી ગેંગ તરફ શંકાની શોય ચિંધવામા આવી રહી છે.          

રાજકોટ રેન્જ વડા સંદીપ સિહ, વડોદરા પોલીસ કમિશનર શમશેર સિહ હોય કે સીઆઈડી વડાં તેજપાલ સિહ  બીસ્ત કે પછી વિપુલ અગ્રવાલ, અમદાવાદના ડીસીપી પ્રેમસુખ ડેલું વાત અહીથી અટકતી નથી,ગુનેગારો પર ધાક ધરાવતા અમરેલી એસપી નિલિપ્ત રાય, અરવલી એસપી સંજય ખેરાત ભોગ બન્યા છે ત્યારે નિવૃત્ત આઈપીએસ ડી.બી.વાઘેલા જેવા પણ શિકાર બની ગયા છે.     

 ફરજ પર ન હોવા છતાં એક અપહરણ થયેલ બાળકને હેમખેમ ઊગરનાર જે તે સમયના રાજકોટ રૂરલ અને હાલ સુરેન્દ્ર નગરમાં ફરજ બજાવતા પીઆઇ શ્રી રામ સહિતના જીપીએસ ભોગ બન્યા છે.              

આટલા બધા આઇપીએસ અને જીપીએસ જે ગેંગનો ભોગ બન્યાની શંકા છે તેવી હરિયાણાની કુ વિખ્યાત  ગેંગ ઉપર દેશના ૭ રાજયોમાં ૧૬૦ એટીએમ લુંટી ૧૩  કરોડ લૂંટ્યા હોવાનું ખુલેલ, આ ગેંગના સભ્યો પકડતા નથી એવું પણ નથી,અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત  મૂળ હરિયાણાના વાતની એવા સુરતના પોલીસ કમિશનર અજય કુમાર તોમરનાં સીધા માર્ગદર્શન હેઠળ સુરત ક્રાઈમ બ્રાન્ચના એસીપી આર.આર.સરવૈયા ટીમ દ્વારા પકડી પાડવામાં આવેલ.

તેઓની ઉંડાણપૂર્વકની તપાસમાં હરિયાણાની કુ વિખ્યાત મેવાતી ગેંગની મોડેશ ઓપરેન્ડી અંગે  રસપ્રદ બાબતો ખુલી હતી,આ ગેંગ એક વખતે એક લૂટ સમયે જે વાહનનો ઉપયોગ કરે કે જે સીમ કાર્ડ વાપર્યા હોય તે બીજી વખત વપરાતી નથી, મતલબ પોલીસ શંકા આધારે જે તે સમયની લુંટના સીસીટીવી ચકાશે ત્યારે તે સમયે કોય કોમન વાહન જોવા ન મળે, વાત અહીથી જ અટકતી નથી સીપી અજય કુમાર તોમર,એડી.સીપી શરદ સિંઘલ,ડીસીપી રાહુલ પટેલ વિગરે સાથે રણ નીતિ ત્યાર કરનાર આર. આર. સરવૈયા દ્વારા આ ગેંગ ગુન્હા કરતા સમયે જયા ગુન્હો આચરવાનો હોય તેનાથી પોલીસ મથક કેટલું દૂર છે? અને પોલીસ કય રીતે કેટલા સમયમાં સ્થળ આસપાસ પહોંચી શકે તે બાબત ઉપર પણ ફોકસ કરે છે.

(3:28 pm IST)