ગુજરાત
News of Friday, 11th June 2021

રાજપીપળા નગરપાલિકા દ્વારા મીઠાઈની દુકાનોમાં ચર્કિંગ હાથ ધરાયુ,કોઈ વાંધાજનક વસ્તુ ન મળી

કોરોના મહામારી બાદ હાલમાં જ બજારો ની દુકાનો ને આખા દિવસની છૂટ મળતા કોઇ વેપારી વાસી મીઠાઈ કે અન્ય ખાદ્ય પદાર્થ ન વેચે તે માટે ચેકીંગ કરાયું


(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેર માં નગરપાલિકા ટીમ દ્વારા મીઠાઈની દુકાનો માં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં પાલિકાના એસ આઈ હેમન્દ્રસિંહ માત્રોજા એ જણાવ્યું હતું કે કોરોના મહામારી બાદ લાંબા સમય પછી હાલમાં બજારો આખો દિવસ ખુલ્લા રાખવા સરકારે સૂચના આપી છે ત્યારે મીઠાઈ સહિત ની અમુક વસ્તુઓ કોઈ દુકાનદાર વાસી કે બગડેલી ન વેચાણ કરે તેની તકેદારી બાબતે પાલીકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને મુખ્ય અધિકારી પરાક્રમ સિંહ મકવાણા ની સૂચના મુજબ આ ચેકિંગ હાથ ધરાયુ હતું,જોકે ચર્કિંગ માં રાજપીપળાની કોઈ દુકાનમાંથી વાસી કે કોઈ વાંધાજનક ખાદ્ય પદાર્થ મળી આવ્યો નથી.છતાં ગ્રાહકો ના સ્વાસ્થ્ય બાબતે પાલીકા દ્વારા આ તપાસ હાથ ધરાઈ હતી

(12:42 am IST)