ગુજરાત
News of Friday, 11th June 2021

સુરતની મહિલા હોમગાર્ડ વર્દીમાં બનાવ્યા ટિકટોક જેવાં વીડિયો : શિક્ષાત્મક કાર્યવાહી થવાની તૈયારી

સી ઝોનના કમાન્ડિંગ ઓફિસર કિરીટ પટેલને તપાસ સોંપવામાં આવી

સુરત :અગાઉ રાજ્યમાં અનેક પોલીસ કર્મીઓ સામે વર્દીમાં વીડિયો બનાવવાને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. તેવામાં સુરતમાં એક મહિલા હોમગાર્ડ કર્મીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જે બાદ હવે તેની સામે કાર્યવાહી કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.

યુનિફોર્મ સાથે મહિલા કર્મીએ સોશિયલ મીડિયામાં વીડિયો બનાવીને મૂકતાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મામલે અગાઉ બે જવાન સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા.જે બાદ આ મહિલા કર્મી સામે પણ પગલાં લેવા માટેની માગ ઉઠી છે.

આ મામલે હોમગાર્ડ ઓફિસર એસ. કે. પટેલએ જણાવ્યું હતું કે, વાઈરલ વીડિયો મારા ધ્યાન પર આવ્યા બાદ વીડિયો બનાવનાર બહેનને નોટિસ આપવાના આદેશ કર્યા છે. જવાબ લેવાશે અને પૂછપરછ કરાશે. વીડિયો કયા સ્થળ પર બનાવવામાં આવ્યો છે એ હજી ખબર નથી પણ વર્દીનું અપમાન ચલાવી નહિ લેવાય. સી ઝોનના કમાન્ડિંગ ઓફિસર કિરીટ પટેલને તપાસ સોંપવામાં આવી છે.

(11:55 pm IST)