ગુજરાત
News of Friday, 11th June 2021

છોટાઉદેપુરમાં પુત્રએ પિતાને મોતને ઘાટ ઉતારી દીધા

એક ક્ષણના ગુસ્સાથી પરિવારની ખુશી છિન્નભીન : કામ ધંધો ના કરતા પિતાએ દીકરાને ધંધો કરવાની સલાહ આપતા દિકરો ગુસ્સે ભરાયો અને પિતાને મોતને ઘાટ ઉતાર્યા

છોટાઉદેપુર : જિલ્લામાં ફરી સબંધો પર કલંક સમાન ઘટના સામે આવી છે. કામ ધંધો ના કરતા બાપે દીકરાને ધંધો કરવાની સલાહ તો શું આપી દીકરાને આવી ગયો ગુસ્સો, અને ગુસ્સો એવો તો આવ્યો કે સગા બાપને મોતને ઘાટ ઉતરતા જરા પણ તેને રહેમના આવ્યો.

છોટાઉદેપુર તાલુકાના એક નાનકડું ગામ વનાર કે જે ગામમાં ત્રણ ભાઈ અને માં બાપ સાથેના પરિવારમાં ત્રણ ભાઈઑ પૈકીના બે ભાઈ નજીકના મકાનમાં અલગ રહેતા હતા. પરિવાર પાસે થોડી ગણી જે જમીન હતી, તેમાં ખેતી કરી સુખ રૂ ત્રણે ભાઈ અને માં બાપ પોતાનું જીવન ગુજારતા હતા. પરંતુ, છેલ્લા કેટલાક સમય ખેતીમાં આકસી આફતો અને કોરોના મહામારીને લઈ પરિવાર મુસકેલી માં મુકાયો હતો.

પરિવારના ત્રણ ભાઈયો પૈકી બે ભાઈ ગમે તેમ કરી થોડું ગણું કમાઈ લેતા પણ પરિવારનો નાનો દીકરો રવજી રાઠવા જે માં બાપ સાથે તેની પત્ની અને તેના એક બાળક સાથે રહેતો હતો. રવજી ગામની નજીક આવેલી પથ્થરની ક્વોરીમાં કામ કરતો હતો, અને થોડી ગણી આવક પણ મેળવી લેતો પણ છેલ્લા કેટલાક સમયથી કોરોનાની ગાઈડ લાઇનના કારણે કવોરી બંધ થયેલ હોય તે બેકાર બન્યો હતો. ગામડામાં બીજો કોઈ કામ ધંધો મળે તેમ ના હતું જેથી તે તેના અન્ય મિત્ર સાથે રખડ્યા કરતો.

માં બાપ સાથે રવજી કોઈ કામ ધંધો કરતો ના હોય આર્થિક મુશ્કેલી ઊભી થઈ હતી જેથી રવજી ના પિતા ભાયલા ભાઈ રાઠવાએ રવજીને વામવારની સલાહ આપતા કે કવોરીનું કામ બંધ હોય તો અન્ય કોઈ કામ કરે જેથી પરિવારનું ગુજારણ ચાલે.

તા. --૨૧ના સાંજના વાગ્યાના સમયે રવજી તેના મિત્ર લલ્લુભાઈ રાઠવા સાથે તેના ઘરે આવ્યો, જેથી રવજીનો બાપ રોજની માફક કામધંધો કરવા માટે સલાહ આપવા લાગ્યા. બસ વાત પર રવજીને ગુસ્સો આવી ગયો અને  જગડો કરવા લાગ્યો બૂમા બૂમ થતાં નજીકમાં રહેતા તેના બંને ભાઈ દોડી આવ્યા અને જગડાને શાંત પાડ્યો, અને ત્યાર બાદ  તેમના ભાઈઓ નજીક ના તેમના ઘરે જતાં રહ્યા.

રવજીને તેના મિત્ર સામે પિતાએ ઠપકો આપ્યો હોય તેને ખૂબ લાગી આવયુ હતું. તેના બંને ભાઈઓ સુરજી રાઠવા અને ગોસાલા રાઠવા જગડો સાંત પાડી  જતાં  રવજી નજીકમાં પડેલ સાંબેલું (ગામડામાં આનાજ ખંડવા માટે વપરાતો લાકડાનો હાથો) ખાટલામાં સૂઈ રહેલ પિતા ભાયલા ભાઈના માથાના ભાગમાં ઉયપરા છાપરી ફટકા મારવા લાગ્યો.

 બૂમા બૂમ થતાં બંને ભાઈઑ ફરીથી દોડી આવ્યા તે સમયે રવજીનો મિત્ર લલ્લુ રાઠવા રવજીને ઉસકેરી રહ્યો હતો, બે ભાઈઓ અને લોકો દોડી આવતા બંને જણા ઘટના સ્થળ પર થી ભાગી છૂટ્યા હતા. પિતા ભાયલા ભાઈ રાઠવાના માથાના ભાગમાં ગંભીર ઇજાઑ થતાં તેઓનું ઘટના સ્થળ પર મોત નીપજયું હતું.

રવજીના ભાઈ ગોસલા રાઠવાએ પોલીસને જાણ કરી અને ભાઈના વિરુદ્ધ ફરિયાદ નોધાવી. હત્યા કરીને નાશી છૂટેલા ભાઈને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી, જોકે રવજી પોલીસની પકડથી દૂર ભાગી ના શક્યો અને પોલીસની પકડમાં આવી ગયો છે, જ્યારે તેનો મિત્ર હાલમાં પણ ફરાર છે.

આરોપી રવજી હવે જ્યારે પોલીસની પકડમાં આવી ગયો છે ત્યારે તેના દોઢ માસના દીકરાની ફિકર થઈ રહી છે. પિતાને આવેશમાં આવીને મોતને ઘાટ ઉતારી તો દીધો પણ હવે તે તેને કરેલી કરતૂતથી પસ્તાઇ રહ્યો છે. સબંધોને શર્મશાર કરતી ઘટનાને લઈ ગામમાં શોક છવાયો છે. પિતાને મોતને ઘાટ ઉતારી પુત્રએ તેની માતાને વિધવા બનાવી છે.

પત્નીને નિરાધાર બનાવી તો તેનો નાનકડો માસૂમ બાળકને પિતા ની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. એક પળના ગુસ્સાએ પરિવારની તમામ ખુસીઑને છિન્ન ભિન્ન કરી નાખી, અને બાપના હત્યારા પુત્રને હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.

 

(9:55 pm IST)