ગુજરાત
News of Tuesday, 11th June 2019

સુરતમાં વાવાઝોડાની ચેતવણીના પગલે ભૂતિયો ડુમસ બીચ બંધ કરવા આદેશ

સુરતઃ વાયુ વાવાઝોડાને પગલે રાજ્યના તમામ કાંઠા વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યુ છે. સુરતનો ડુમસ બીચ સહેલાણીઓ માટે બંધ કરાયો છે. ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતમાં જ્યાં જ્યાં કાંઠા વિસ્તાર છે, ત્યારે દરેક જગ્યાએ તંત્ર સાબદુ થઈ ચૂકયુ છે.

કલેકટર દ્વારા તાત્કાલિક ધોરણે ડુમસના દરિયા કિનારા પણ ડીસીપીને મોકલવામાં આવ્યા હતા અને સહેલાણીઓ માટે એન્ટ્રી બંધ કરી દેવામાં આવી હતી. વાવાઝોડાની અસર સુરતના દરીયા કાંઠે પણ થવાની છે. જેને પગલે સુરત ડુમસના ગણેશ બીચ અને ગોલ્ડન બીચ તાત્કાલિક બંધ કરાવાયા છે. પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે બન્ને બીચ આગામી ૧૫ તારીખ સુધી બંધ રાખવામાં આવશે, કારણ કે ૧૫ જૂન સુધી વાવાઝોડાની અસર ઉતરી જશે. આ સાથે તમામ ટીમને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી હતી. અધિકારીઓની રજા પર રદ્દ કરી દેવાઈ હતી. આ સાથોસાથ કલેકટર દ્વારા અધિકારીઓ સાથે વાયુ વાવાઝોડાને લઈને મહત્વની મીટીંગનું પણ આયોજન હાથ ધરાયુ હતું. વાયુ વાવાઝોડાને પગલે સુરત જિલ્લાનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે. સુરત જિલ્લાનો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સક્રિય કરી દેવામાં આવ્યો છે. અહીં હાજર અધિકારીઓ અને કર્મચારીઓ સમગ્ર જિલ્લાની પળેપળની વિગતો મેળવી રહ્યા છે. સાથે જ સ્ટેટ કંટ્રોલરૂમ સાથે પણ સંપર્ક કરાઈ રહ્યો છે. ખુદ જિલ્લા કલેકટર પણ અહીં કંટ્રોલ રૂમમાં હાજર સમગ્ર સ્થિતિનું મોનિટરીંગ કરી રહ્યા છે.

(6:18 pm IST)