ચકલાસી પોલીસે બાતમીના આધારે વડતાલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો વોચ ગોઠવીને ઝડપી: બામરોલીના શખ્સની અટકાયત
ચકલાસી: પોલીસને એવી માહિતી મળી હતી કે એક સફેદ કલરની ઈકો ગાડી જીજે ૧ એચડબલ્યુ ૫૧૬૧માં વિદેશી દારૂ વડતાલ નજીકથી પસાર થનાર છે.જેથી પોલીસે વડતાલ ગોમતી તળાવ પાસે બામરોલી જવાના માર્ગ પર વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન ઈકો ગાડી બામરોલી તરફથી આવતાં પોલીસે તેને રોકી હતી. પોલીસે ગાડીના ચાલકની પૂછપરછ કરતાં તેનુ નામ દિનેશભાઈ કાભઈભાઈ પરમાર (રહે. બામરોલી, તા.પેટલાદ)નો હોવાનું ખુલ્યું હતું.
પોલીસે તેની ધરપકડ કરી ગાડીની તલાશી લેતાં ગાડીમાંથી અલગઅલગ માર્કાની ૫૫ નંગ વિદેશી દારૂની બોટલો કે જેની કિંમત ૩૩ હજાર રૂપિયા જેટલી થવા જાય તે મળી આવી હતી. પોલીસે દિનેશની પૂછપરછ કરતાં આ દારૂ વડતાલ નજીક આવેલ ધોરીકૂવામાં રહેતાં ધર્મેશભાઈ ઉર્ફે ચકો મગનભાઈ પરમાર પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે દિનેશ પાસેથી મોબાઈલ અને કાર સાથે કુલ રૂ.૧,૮૩,૬૭૦ નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.