ગુજરાત
News of Tuesday, 11th June 2019

ઠાસરા તાલુકાના આગરવા પાટિયા નજીક પશુને ટેમ્પામાં કતલખાને લઇ જવાતા પોલીસે બચાવ્યા

ઠાસરા:તાલુકાના આગરવા પાટીયા નજીક ટેમ્પીમાં કતલખાને લઈ જવાતા પશુને ડાકોર પોલીસે મુક્ત કરી તેમાં બેઠેલાં બે ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ ડાકોર પોલીસની ટીમ ગતરોજ રાત્રિના સમયે પેટ્રોલીંગ દરમિયાન ઠાસરા તરફથી એક ટેમ્પીમાં પાડાને ભરી કતલ કરવા લઈ જવાતો હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની ટીમે ડાકોર-ઠાસરા હાઈવે પર આવેલ આગરવા પાટીયા નજીક વોચ ગોઠવી હતી. અને ઠાસરા તરફથી આવતાં શંકાસ્પદ વાહનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.તે દરમિયાન આવેલ અતુલ શક્તિ લોડીંગ ટેમ્પી નં જીજે ૨૩ ઝેડ ૮૧૪૫ ને રોકી હતી.

(5:32 pm IST)