ગુજરાત
News of Tuesday, 11th June 2019

ધાનેરા તાલુકા નજીક આડા સંબંધને લઈને યુવકની કરપીણ હત્યાથી અરેરાટી

ધાનેરા:તાલુકાના રામપુરા છોટા ગામે આડા સંબંધોને લઈને એક યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. સવારે હોસ્પિટલ ખાતે લોકોની ભીડ ઉમટી પડી હતી. જ્યારે હત્યા કરનાર ઈસમને પોલીસે પકડીને જેલના  સળીયા પાછળ ધકેલી દીધો હતો. 

ધાનેરાના રામપુરા છોટા ગામે રવિવારની રાત્રિના સમયે એક યુવકની હત્યા કરવામાં આવતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ધાનેરાના શેરગઢ ગામે રહેલા શામળાભાઈ લાધાભાઈ પટેલ તેઓ ધાનેરા ખાતે બોરની મોટરો બહાર કાઢવાની અને ઉતારવાની ચરખી ચલાવી નોકરી ધંધો કરતા હતા અને તેઓ રવિવારે સાંજે ધાનેરા નગરપાલિકાના બોરની મોટર ઉતારી ઘરે જવા નીકળ્યા હતા પરંતુ ઘરે પહોંચ્યા ન હતા.

(5:30 pm IST)