ગુજરાત
News of Tuesday, 11th June 2019

અમદાવાદના નરોડામાં કાર પાર્ક કરવા બાબતે ઝઘડો કરી શખ્સે કિશોરી પર એસિડ છાંટવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

અમદાવાદ:નરોડામાં કારમાં બેઠેલા પરિવાર સાથે કાર પાર્ક કરવા બાબતે એક શખ્સે ઝઘડો કર્યો હતો. કારમાં આવેલા આ શખ્સે ડીવાયએસપીનો ડ્રાઈવર છું કહીને કિશોરીના વાળ પકડીને એસિડ છાંટવાની ધમકી આપી હતી. કિશોરીની માતાએ પ્રતિકાર કરતા આરોપીએ તેમના કપડા ફાડી નાંખ્યા હતા. આ અંગે કિશોરીના એડવોકેટ પિતાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત મુજબ નરોડામાં વૃંદાવન બંગ્લોઝમાં રહેતા અને એડવોકેટ તરીકે વ્યવસાય કરતા આશિષકુમાર એસ.વ્યાસ (૪૫)તેમની પત્ની બે પુત્રી અને પુત્ર સાથે ૯ જુનના રોજ નજીકના એક ફ્લેટમાં હવન હોવાથી દર્શન કરવા ગયા હતા. પરત આવતી વખતે સધી માતાના મંદિર નજીક કાર પાર્ક કરીને આશિષભાઈ આઈસક્રિમ લેવા ગયા હતા.

(5:24 pm IST)