ગુજરાત
News of Tuesday, 11th June 2019

સાતેમ પાસે કારમાં દારૂની ર૮૮ બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

નવસારી એલસીબીએ સંતોષ પાડવી અને સિરાઝ ઉર્ફે પ્રદીપ શેખને દબોચ્યા

રાજકોટઃ નવસારી જીલ્લામાં દારૂની બદીને નાબુદ કરવા માટે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એસ.જી.કરવા માટે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એસ.જી.રાણાની સુચનાથી નવસારી એલસીબીના પીએસઆઇ એમ.જી.જોષીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ અરૂણસિંહ, ઉમેશભાઇ, લલીતભાઇ સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે ઉમેશભાઇ અને લલીતભાઇને મળેલી બાતમીના આધારે સાતેમ ગામ નવા તળાવ બસ સ્ટોપ સામેથી જી.જે.પ-જે.પી. ૧૭૮પ નંબરની અર્ટીગા કારમાંથી રૂ. ૬૧,ર૦૦ની કિંમતની દારૂની ર૮૮ બોટલ સાથે સંતોષ હસનભાઇ પાડવી (રહે. શીવનગર, ઘર નં. પ૪ સચીન તા. ચોર્યાસી જી.સુરત) અને સિરાજ ઉર્ફે પ્રદીપ રહેમાનભાઇ શેખ (રહે. ઉનપાટીયા સાંઇનગર ઝુંપડપટ્ટી તા. ચોર્યાસી જી. સુરત)ને પકડી લીધા હતા. પુછપરછ દરમ્યાન દારૂ સેલવાસનો પીન્ટુ ગામીતે સુરતના પબસાણાના લીંગડ ગામના રાજુ વાણીયા નામના શખ્સને પહોંચાડવાનો હોવાની કેફીયત આપતા બંન્નેની શોધખોળ આદરી છે.

(4:10 pm IST)