ગુજરાત
News of Tuesday, 11th June 2019

ગરીબી કયારે દૂર થશે?

પુત્રને દોરી વડે ફાંસો આપી માતાએ પણ જીવ દીધો

બીજું બાળક રડતા રડતા નીચે ઉતર્યુ

સુરત, તા.૧૧: સુરત જિલ્લાના બારડોલીમાં ગંગાનગર સોસાયટીમાંઙ્ગ ઘમાં માતાએ પુત્રી સાથેઙ્ગ આત્મહત્યા કરી હતી. જાણવા મળ્યા મુજબ માતાએ પહેલા પુત્રીને દોરી વડે ફાંસો આપી બાદ માતાએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી

 આ ઘટના દરમ્યાન પતિ છત પર સુતો હતો ત્યારે બીજુ બાળક રડતાં દ્યરમાં નીચે ગયો ત્યારે પત્નિ અને પુત્રી ફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યા હતા. આ આત્મહત્યા આર્થિક તંગીના કારણે કરી હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે. પોલીસે લાશને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી છે.

 નાના એવા બારડોલીમાં માતા-પુત્રીનાં આપઘાતની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઇ છે. તેમજ આ મામલે પોલીસે લાશનું પીએમ કરી તપાસ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

(2:02 pm IST)