ગુજરાત
News of Tuesday, 11th June 2019

ખેડા નેશનલ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : ખંભાતના પટેલ પરિવારના ત્રણનાં મોત

અમદાવાદ એરપોર્ટથી ઈકો કારમાં સવાર થઈને ખંભાત જતા ખોડિયાર ચોકડી નજીક અકસ્માત

ખેડા : જિલ્લામાં ટ્રક અને ઇકો કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા છે.ખેડા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર-8 પર ખોડિયાર ચોકડી નજીક ઈકો કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં મોતને ભેટેલા તમામ લોકો આણંદ જિલ્લાના ખંભાતના રહેવાસી છે.

અકસ્માત એટલો ગંભીર હતો કે જીજે23એએન 5576 નંબરની ઇકો કારનો બુકડો બોલી ગયો હતો.

તમામ લોકો અમદાવાદ એરપોર્ટથી ઈકો કારમાં સવાર થઈને ખંભાત જતા હતા.

અકસ્માતમાં પટેલ પરિવારની એક ગર્ભવતી મહિલા, તેની નાની દીકરી અને કારના ડ્રાઇવરનો બચાવ થયો છે.

(1:02 pm IST)