ગુજરાત
News of Tuesday, 11th June 2019

સંભવિત વાયુ વાવાઝોડાને પગલે તમામ જહાજના એન્જીન સ્ટેન્ડ બાય : એસટી કંટ્રોલરૃમના કર્મચારીઓ અને ડ્રાઇવરો અને કંડક્ટરોની રજા રદ

ડ્રાઇવરો અને કંડક્ટરો સાથે બેઠક કરીને કેવા જોખમ ઉઠાવી શકાય તેની માહિતી અપાશે

અમદાવાદ ;આગામી 13મી જૂનના રોજ વહેલી સવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠથી 'વાયુ' વાવાઝોડું પસાર થશે. આ દરમિયાન કલાકની 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સંભવિત વાવાઝોડાને પગલે ગુજરાતનું તંત્ર સજ્જ થયું છે પોર્ટ તેમજ ટ્રાન્સપોર્ટના પ્રિન્સિપલ સેક્રેટરી સુનયના તોમરે જણાવ્યું હતું કેવાયુ વાવાઝોડાને પગલે તમામ બંદરો પર સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. તકેદારીના ભાગરૂપે રોરો ફેરી અને કાર્ગો સેવાને બંધ કરી દેવામાં આવી છે. તમામ પોર્ટના કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.

 આ ઉપરાંત તમામ જહાજના મુખ્ય એન્જીનને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)ના કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમના કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. સાથે જ ડ્રાઇવરો અને કંડક્ટરોની રજા પણ રદ કરવમાં આવી છે. ડ્રાઇવરો અને કંડક્ટરો સાથે બેઠક કરીને કેવા જોખમ ઉઠાવી શકાય તેની માહિતી આપવામાં આવશે.

(12:25 pm IST)