ગુજરાત
News of Tuesday, 11th June 2019

હાય રે ગરીબી :બારડોલીમાં માતા-પુત્રીનો આપઘાત :પુત્રીને ફાંસો આપ્યા બાદ માતાએ પણ આત્મહત્યા કરી લેતા ચકચાર

પતિ છત પર સુતો હતો બાળક રડતાં નીચે ગયો ત્યારે પત્નિ અને પુત્રી ફાંસો ખાધેલ મળ્યા

સુરત જિલ્લાના બારડોલીમાં ગંગાનગર સોસાયટીમાં  ઘરમાં માતાએ પુત્રી સાથે  આત્મહત્યા કરી હતી. જાણવા મળ્યા મુજબ માતાએ પહેલા પુત્રીને દોરી વડે ફાંસો આપી બાદ માતાએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી

   . આ ઘટના દરમ્યાન પતિ છત પર સુતો હતો ત્યારે બીજુ બાળક રડતાં ઘરમાં નીચે ગયો ત્યારે પત્નિ અને પુત્રી ફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યા હતા. આ આત્મહત્યા આર્થિક તંગીના કારણે કરી હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે. પોલીસે લાશને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી છે.

   નાના એવા બારડોલીમાં માતા-પુત્રીનાં આપઘાતની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઇ છે. તેમજ આ મામલે પોલીસે લાશનું પીએમ કરી તપાસ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

(12:14 am IST)