ગુજરાત
News of Tuesday, 11th June 2019

થરાદ નજીક મુખ્ય કેનાલમાં યુવકે મોતની છલાંગ લગાવી: તરવૈયાએ બચાવી લીધો

યુવકને જીવતદાન આપનાર સુલતાનભાઈ મીરના શૌર્યની સરાહના

થરાદ નજીકની મુખ્ય કેનાલમાં વધુ એક યુવકે મોતની છલાંગ લગાવી હતી.જોકે બનાવની જાણ થતાં થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાન મીર સાથે પોલીસે તુરંત ઘટનાસ્થળે દોડી જઇ આ યુવકને મોતના મુખમાંથી બચાવી લઈ જીવિત હાલતમાં બહાર કાઢયો હતો.

  આ અંગે મળતી વિગત મુજબ થરાદના દૂધ શીત કેન્દ્ર પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પર નગરપાલિકાના તરવૈયા સુલતાનભાઈ મીર  યુવકોને તરવાની તાલીમ આપી રહ્યા હતા એ વખતે જ નહેર પર ધસી આવેલા એક યુવકે કેનાલમાં ઝંપલાવી દેતા તરવૈયા સુલતાનભાઈ મીરે પણ તુરંત કેનાલમાં કુદી પડી આ યુવકને મોતના મુખમાંથી બચાવી જીવિત હાલતમાં જ બહાર કઢાયો હતો.આ યુવકને જીવતદાન આપનાર સુલતાનભાઈ મીરના શૌર્યની સરાહના થઈ રહી છે.

(8:54 pm IST)