News of Monday, 11th June 2018
અમદાવાદમાં ટોક ઓફ ધ ટાઉન: ચાંદખેડામાં પતિને અન્ય મહિલા સાથે રંગરેલિયા મનાવતા પત્નીએ ઝડપ્યો
અમદાવાદઃ શહેરમાં વધુ એક 'પતિ, પત્ની ઔર વો'નો કિસ્સો સામે આવ્યો છે. ચાંદખેડાના ન્યુ સીજી રોડ પર પત્નીએ પતિને અન્ય મહિલા સાથે રંગ રેલિયા મનાવતા ઝડપી લીધો હતો.
આ અંગે વિસ્તાર પૂર્વક વાત કરીએ તો પતિ 2 દીવસથી ઘરે ના આવતાં પત્નિ, સાસુ અને નણંદે એક્ટીવાના આધારે ચાંદખેડાની વિનસ હોટલમાં અન્ય મહિલા સાથે રંગરેલીયો મનાવતાં રંગે હાથે પકડીને પતિ અને પ્રેમિકાને મેથીપાક ચખાડયો હતો. માત્ર એટલું જ નહીં પતિ હાથમાં ના રહેતા પોલીસ કન્ટ્રોલ રુમને જાણ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ આવે તે પહેલા પતિ નાસી છૂટ્યો હતો.
(5:37 pm IST)