ગુજરાત
News of Monday, 11th June 2018

સુરતમાં પરીક્ષામાં નાસીપાસ થતા ચાર વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું

સુરત: શહેરમાં વિવિધ વિસ્તારમાં ધો. ૯ના વિદ્યાર્થી સહિત ચાર વ્યક્તિઓએ આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું હતું. પિતા બિમાર હોવાથી નાસીપાસ થઇ વિદ્યાર્થીએ ફાંસો ખાઇ લીધો હતો. નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ઉધનાના હરિનગરની શુભ રેસીડન્સીમાં રહેતા ૩૨વર્ષીય આલોક અગ્રવાલે ગતરાતે  પાંડેસરામાં ઓટોકીંગ નામની કારના વર્કશોપમાં હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાધો હતો. તેને સાત માસનો પુત્ર છે. બીજા બનાવમાં લિંબાયતમાં શિવકૃપા  સોસાયટીમાં રહેતો ૧૯ વર્ષીય સતીષ દારાસીંગ પાટીલે ગત સાંજે ઘરમાં એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાધો હતો. તેની૩ બહેન છે. તે માનસિક બિમાર હોવાથી આ પગલું ભર્યું હતું. તેણે કાગળમાં લખ્યું કે, હું ખોટું પગલું ભરૃં છું, મારી મરજીથી પગલું ભર્યું છે. તે હીરાના કારખાનામાં કામ કરતો હતો. ત્રીજા બનાવમાં વરાછા ખાતે લંબેહનુમાન રોડ ધોબીઘાટ નજીક રહેતા પ્રશાંત જયતાપનો ૧૩ વર્ષીય પુત્ર કાર્તિકે આજે બપોરે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હતો. તે ગલેમંડીની શાળામાંથી ધો. ૮ની પરીક્ષા પાસ કરીને ધો. ૯માં પ્રવેશ લીધો હતો.
 

(5:36 pm IST)