ગુજરાત
News of Monday, 11th June 2018

જેટકીંગઃ ડિજીટલ સંકિલ્સ ઈન્સ્ટીટયુટઃ દેશભરમાં ૧૦૦થી વધુ સેન્ટરો

 અમદાવાદઃ જેટકિંગ ડિજિટલ ઈન્સ્ટીટયુટ છે. જે ભારતભરમા઼ ૧૦૦થી વધુ સેન્ટર સાથે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર કરવા તથા નોકરી મેળવવામાં મદદરૂપ થાય છે. જેટકિંગ દ્વારા શીખવતા અભ્યાસક્રમો આઈટી ઈન્ડુસટ્રીની જરૂરીયાત પ્રમાણેના છે જેથી વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં ખુબજ સરળતા રહે છે. જેટકિંગનો ખાસ વિભાગ છે જે દરેક વિદ્યાર્થીને અભ્યાસ પૂરો થતા સુધીમાં નોકરી મળી રહે તે માટે હંમેશા કાર્યરત રહે છે. જેટકિંગ સહુથી વધુ નોકરી આપવા માટે લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મેળવી ચૂકેલ સંસ્થા છે.

ડિજિટલ યુગમાં ડિજિટલ ટેકનોલોજીને લગતા બેઝિક તથા એડવાન્સ અભ્યાસક્રમો સાથે જેટકિંગ ૧૨ પાસ પછીના દરેક વિદ્યાર્થી માટે એડમિશન આપે છે. જેટકિંગના નવી ટેકનલોજીના અભ્યાસક્રમો વૈશ્વિક સંસ્થાઓમાં નોકરી મેળવવાં ખુબ જ મદદરૂપ થાય છે. જેટકિંગ સંસ્થાના ગુજરાતમાં અમદાવાદમાં ૨ સેન્ટર છે જેમાંથી ૧ સીજી રોડ પર તથા બીજું મણિનગરમાં છે. તદ્ ઉપરાંત સુરત, જૂનાગઢ તથા ભરૂચમાં પણ સેન્ટર છે.

(3:49 pm IST)