ગુજરાત
News of Tuesday, 11th May 2021

અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટતા ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ક્રિટીકલ કેરના 1,520 બેડ ખાલી

ડેઝિગ્નેટેડ 175 ખાનગી હસ્પિટલમાં 756 બેડ અને 242 નર્સિંગ હોમમાં 488 બેડ ખાલી

અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેને કારણે બેડ પણ ખાલી થઈ રહ્યા છે. સરકારી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બધી જ હોસ્પિટલોમાં થોડા ઘણા અંશે બેડ ખાલી જોવા મળી રહ્યા છે. તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ સારા પ્રમાણમાં બેડ ખાલી છે. જે નાગરિકો માટે રાહતના સમાચાર છે. અમદાવાદમાં હાલ 1520 બેડ ખાલી છે. Covid Bed

અગાઉ કોરોનાના કેસો વધવાને કારણે સિવિલ હોસ્પિટલમાં કિલોમીટર લાંબી લાઈન થતી હતી. હવે એમાં પણ રાહત જોવા મળી રહી છે. તેમજ ખાનગી હોસ્પિટલો માં પણ ક્યાંય વેન્ટિલેટર વાળા બેડ ખાલી મળતા ન હતા. આ સ્થિતિમાં પણ રાહત છે. આજે ખાનગી હોસ્પિટલોમાં 4 વેન્ટિલેટર તેમજ 54 આઇસીયુ બેડ ખાલી છે.

શહેરમાં ઓક્સિજન અને આઇસીયુ બેડની હાલત નીચે મુજબ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં 27, એલ.જી હોસ્પિટલમાં 32 બેડ અને શારદાબેન હોસ્પિટલમાં 19 બેડ તેમજ વી એસ હોસ્પિટલમાં 9 બેડ ખાલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેટેડ 175 ખાનગી હસ્પિટલમાં 756 બેડ ખાલી છે. 242 નર્સિંગ હોમમાં 488 બેડ ખાલી છે. Covid Bed

આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ માં 171 બેડ ખાલી છે. ESIC હોસ્પિટલમાં 18 બેડ ખાલી છે. શહેરમાં આઇસીયુ અને ઓક્સિજન ના ટોટલ 9572 બેડ છે જેમાંથી 8052 બેડ ભરાયેલા છે. જ્યારે 1520 બેડ ખાલી છે.

(10:27 pm IST)