ગુજરાત
News of Tuesday, 11th May 2021

ગુજરાત બહારથી આવતા લોકોને 7 દિવસ માટે ફરજિયાત ક્વોરન્ટાઈન થવું પડશે : તંત્રનો મોટો નિર્ણય

ગામડાઓમાં કોરોના ટેસ્ટિંગ બુથ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે

અમદાવાદ : રાજયમાં કોરોના વાયરસના કેસોમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યા છે. ત્યારે કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે સરકાર દ્વારા તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. કોરોનાના કેસો ફરી એકવાર વધે નહીં તે માટે તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગુજરાત બહારથી આવતા લોકોને 7 દિવસ માટે ફરજિયાત ક્વોરન્ટાઈન થવા માટેનો હુકમ કર્યો છે.

શહેરમાં પ્રતિદિન મોટી સંખ્યામાં લોકો સુરત શહેરમાં પ્રવેશ કરી રહ્યાં છે. આ પૈકી ઘણાખરા વ્યક્તિઓ કોવિડ લક્ષણો ધરાવતા હોવાનું તંત્રની તપાસમાં સામે આવ્યું છે. શહેરના વિવિધ પ્રવેશ દ્વાર ઉપર થઇ રહેલી કોવિડ તપાસ દરમિયાન અત્યાર સુધી વાલક ચેક પોસ્ટ ઉપરથી જ 2500થી વધુ નાગરિકો કોરોના પોઝિટિવ હોવાની હકીકત ધ્યાને આવી છે. પાલિકા તંત્રે તેની ગંભીર નોંધ લઇ પ્રવાસી નાગરિકોથી શહેરની હવા ફરી બગડે નહીં, કોરોનાની સ્થિતિ ફરી વકરે નહીં તેને ધ્યાને લઇ પ્રવેશ દ્વાર ઉપર મજબૂત કિલ્લેબંધી કરી છે. પ્રવાસી નાગરિકોને કારણે શહેરમાં ફરી કોરોનાને લઇ ફરી જોખમ ઊભું નહીં થાય તે માટે સિટી બહારથી આવનારા તમામ લોકોને સલામતી ખાતર સાત દિવસ ક્વોરેન્ટાઇન કરવા આદેશ કરાયો છે.

કોરોનાને લઇ જોખમી બનેલા અને હોટ સ્પોટ કહેવાતા વિસ્તારોમાં માઇગ્રેન્ટ લોકોને કારણે પણ સાનુકૂળ સંજોગો ફરી પ્રતિકુળ બની શકે છે. તેને ધ્યાને લઇ તંત્ર દ્વારા આગામી દિવસોમાં હોટસ્પોટ વિસ્તારમાં કોવિડ સર્વેલન્સની કામગીરી જડબેસલાક કરવા અધિકારી-કર્મચારીઓને આદેશ કરવામાં આવ્યો છે. હોટસ્પોટ વિસ્તારમાં પાલિકા દ્વારા સલામતીને ધ્યાનમાં રાખી અનેક ધારાધોરણો લાગુ કરાયા છે. જેનો ચુસ્ત અમલ કરાવાઇ રહ્યો છે.

રાજયમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો કે,છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં રાહત જોવા મળી રહી છે. ત્યારે ગામડાઓમાં કોરોનાએ પગ પસેરો કરતા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. આ સાથે રાજયના ડીજીપી આશિષ ભાટિયાએ આદેશ જારી કર્યા છે કે, ગામડાઓમાં સરકાર દ્વારા ઉભા કરાયેલા તમામ કોવિડ કેર સેન્ટર ખાતે પોલીસને ચૂસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે.

 

રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર સુઓમોટો મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભરૂચની હોસ્પિટલમાં આગ, ફાયર સેફ્ટી તેમજ કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લગ્ન તેમજ ધાર્મિક કાર્યક્રમો પર રોક લગાવવા માટે સુનાવણી હાથ ધરાઈ હતી.

અમદાવાદમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 2 લાખને પાર થઇ ગઇ છે. અમદાવાદમાં છેલ્લા 22 દિવસમાં જ કોરોનાના 1 લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની ગઇ છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3263 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે 20 દર્દીના મોત થયા હતા. આ સાથે જ અમદાવાદમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા 2 લાખની પાર થઇ જતા 2,01,317 પર પહોચી છે. અમદાવાદમાં 22 દિવસમાં જ 1 લાખ 04 હજાર 151 પોઝિટિવ કેસ નોંધાયા છે.

(7:44 pm IST)