ગુજરાત
News of Tuesday, 11th May 2021

કોરોનાની કથળેલી સ્થિતિ મુદ્દે સુઓમોટો ઉપર સરકારનું એફિડેવિટઃ હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ એસોસીએશન દ્વારા લગ્ન અને અંતિમવિધીમાં લોકોની સંખ્યા ઘટાડવા માંગ

અમદાવાદ: રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટે સમક્ષ 56 પેજનું સોગંદનામું રજૂ કર્યું હતું. તેના પર આજે હાઈકોર્ટમાં સુનવણી શરૂ થઈ છે. રાજ્યમાં કોરોનાની કથળેલી સ્થિતિ પર હાઈકોર્ટની સુઓમોટો પર સરકારે એફિડેવિટ ફાઈલ કર્યુ છે. ત્યારે સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી કે, અમે અહીં આવી ઘટનાઓ રોકવા માટે ચર્ચા કરી રહ્યાં છે. સરકાર આગામી સમયમાં આવી ઘટનાઓ રોકવા શું કરી રહી છે. 20 વર્ષ પહેલાના આદેશ બાદ પણ આજે સ્થિતિ છે. સરકારના પગલાઓ માત્ર કાગળ પર છે, એફિડેવિટમાં નથી.

એફિડેવિટ વ્યવસ્થિત ફાઈલ થયેલી હોવાથી હાઈકોર્ટે ખખડાવ્યા

સરકારે કરેલી એફિડેવિટ મુદ્દે હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો છે. સાથે કહ્યું કે, એફિડેવિટમાં સ્ટેપલર મારેલા નથી અને સીલબંધ કવરમાં એફિડેવિટ મળ્યું નથી. સીરિયલ પેજિનેશન પણ નથી. સાથે મનીષા લવકુમારને કોર્ટે ખખડાવ્યા હતા. જેના બાદ તેમણે હવે પછી યોગ્ય રીતે એફિડેવિટ ફાઇલ કરવાની ખાતરી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા મોડી સાંજે રજૂ કરેલા સોગંદનામાથી કોર્ટ નારાજ દેખાઈ હતી. હાઈકોર્ટે કહ્યું કે, સોગંદનામું હમેશાં ઓફિસે ફાઇલ થવું જોઈએ. જો નિવાસસ્થાને સોગંદનામું ફાઇલ કરવા આવો છો તો સંબધિત અધિકારીની ઉપસ્થિતિ ફરજિયાત છે. સોગંદનામું જે માળખામાં રજૂ કર્યું તે યોગ્ય નથી.

લગ્ન અને અંતિમ વિધિમાં જોડાતા લોકોની સંખ્યામાં ઘટાડો કરો

હાઇકોર્ટે સમક્ષ એડવોકેટ એસોસિયેશન વતી શાલીન મહેતાએ રજૂઆત કરી કે, ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સ્થળાંતર કરી રહ્યા છે. કોરોનાના કેસો રાજ્યમાં ઘટ્યા છે. સાથે તેમણે લગ્ન સમારોહમાં 15 દિવસ પ્રતિબંધ મુકવાની રજૂઆત કરી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં લગ્ન સમારોહમાં 50 લોકોની હાજરીની સંખ્યામાં ઘટાડો કરો. સાથે અંતિમયાત્રા અને અંતિમવિધિમા જોડાતા લોકોની સંખ્યામાં ઘટાડો કરવો જોઈએ. તો એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યુ કે, લગ્નમાં લોકોની સંખ્યામાં ઘટાડો કરવા સરકાર વિચાર કરશે. જરૂર જણાશે તો સરકાર પગલાં લેશે.

(4:06 pm IST)